પાકિસ્તાનની સેનાએ કરેલા ગોળીબારમાં જમ્મુ અને કાશ્મીરમાં એક બોર્ડર સિક્યોરિટી ફોર્સનો જવાન ઘાયલ થયો હતો. પાકિસ્તાની સૈનિકોએ આજે વહેલી સવારે સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ભારતીય ચોકીઓ પર બિનઉશ્કેરણીજનક ગોળીબાર શરૂ કર્યો હતો.
અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે, સતર્ક BSF સૈનિકોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી પરંતુ પાકિસ્તાન તરફ જાનહાનિની તાત્કાલિક જાણ થઈ નથી. BSFના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લગભગ અખનૂર સેક્ટરમાં સરહદ પારથી ઉશ્કેરણી વિનાના ગોળીબારની ઘટના બની હતી અને જેનો બીએસએફ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાની ગોળીબારમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયો છે. પ્રવક્તાએ કહ્યું કે સૈનિકો અત્યંત સાવચેત છે અને આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર કડક નજર રાખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 25 ફેબ્રુઆરી, 2021 ના રોજ બંને દેશોએ યુદ્ધવિરામની નવેસરથી સમજૂતી કરી હતી. આ કરાર બાત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયુ ન હતું પરંતુ આજે આ યુધ્ધવિરામનો પાકિસ્તાન સેના દ્વારા ભંગ કરાયો હતો.
Site Admin | સપ્ટેમ્બર 11, 2024 2:06 પી એમ(PM)
પાકિસ્તાનની સેનાએ કરેલા ગોળીબારમાં જમ્મુ અને કાશ્મીરમાં એક બોર્ડર સિક્યોરિટી ફોર્સનો જવાન ઘાયલ થયો હતો
