પાકિસ્તાનના બલુચિસ્તાનમાં, શંકાસ્પદ બળવાખોરોએ પંજાબ પ્રાંતના છ લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ગ્વાદર જિલ્લામાં પેસેન્જર બસમાંથી બળજબરીથી નીચે ઉતાર્યા બાદ તેમની હત્યા કરી દેવાઇ હતી. વરિષ્ઠ પોલીસ અધિક્ષક હફીઝ બલોચે જણાવ્યું હતું કે હુમલો મોડી રાત્રે થયો હતો જ્યારે સશસ્ત્ર લોકોએ ઓરમારા ધોરીમાર્ગ પર કલમત વિસ્તાર નજીક કરાચી જતી બસને રોકી હતી. પાંચના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક ઘાયલનું બાદમાં મૃત્યુ થયું હતું. શસ્ત્રોથી સજ્જ હુમલાખોરોએ અન્ય ત્રણ લોકોનું અપહરણ કર્યું હતું.
હુમલાખોરોએ અન્ય ત્રણ લોકોનું પણ અપહરણ કર્યું હતું. કોઈ જૂથે જવાબદારી સ્વીકારી નથી, હુમલાખોરોએ ધોરીમાર્ગોને પણ અવરોધિત કરીને ગ્વાદર બંદરેથી યુરિયાથી ભરેલા ત્રણ ટ્રેલરને આગ ચાંપી દીધી હતી. બાદમાં સુરક્ષા દળોએ ફરી અવરવર શરૂ કરાવી હતી.
Site Admin | માર્ચ 27, 2025 8:08 પી એમ(PM)
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં, શંકાસ્પદ બળવાખોરોએ પંજાબ પ્રાંતના છ લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
