નવેમ્બર 24, 2025 2:21 પી એમ(PM)

printer

પાકિસ્તાનના પેશાવરમાં ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરી મુખ્યાલય પર આત્મઘાતી હુમલામાં ત્રણ સુરક્ષા કર્મચારીઓના મોત

પાકિસ્તાનમાં અજાણ્યા શખ્સોએ આજે પેશાવરમાં ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરી મુખ્યાલય પર હુમલો કર્યો. આ હુમલામાં બે મોટા વિસ્ફોટ થયા અને કમ્પાઉન્ડની અંદર ભારે ગોળીબાર થયો. પ્રારંભિક અહેવાલો મુજબ, ત્રણ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા અને ઉચ્ચ સુરક્ષા ઝોનને બંધ કરી દેવામાં આવ્યો છે.
આ હુમલો મુખ્ય દરવાજા પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટથી શરૂ થયો હતો, ત્યારબાદ નજીકના મોટરસાઇકલ સ્ટેન્ડ પર IED વિસ્ફોટ થયો હતો. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, બાહ્ય વિસ્તાર સુરક્ષિત કરવામાં આવ્યો છે, અને સદર અને આસપાસના વિસ્તારો તરફ જતા તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે. બે હુમલાખોરો માર્યા ગયા છે. હજુ સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.