ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 18, 2025 7:51 પી એમ(PM)

printer

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારે વરસાદને લીધે ગત 24 કલાકમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારે વરસાદને લીધે ગત 24 કલાકમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા બાદ આજે વરસાદી કટોકટી જાહેર કરવામાં આવી છે. દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સેનાના જવાનો બચાવ કામગીરીમાં જોડાયા છે. રાવલપિંડી શહેરમાં ભારે વરસાદ પડતા લેહના નુલ્લામાં અચાનક પૂર આવ્યું હતું.
હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી હતી, તેથી રાવલપિંડી વહીવટીતંત્રે રજા જાહેર કરી હતી. અધિકારીઓએ જણાવ્યું, સમગ્ર જિલ્લામાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. બે દિવસ પહેલા, છત તૂટી પડવા અને વીજળી પડવાથી વરસાદ સંબંધિત ઘટનામાં 44 લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે બલુચિસ્તાનમાં પંજાબ પ્રાંતમાં ભારે વરસાદને કારણે થયેલી આફતોમાં 16 લોકોના મોત થયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.