પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં સૈનિકોની ચોકી ઉપર ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં પાકિસ્તાનના 16 સૈનિકોના મોત નિપજ્યાં છે અને પાંચ જણાને ગંભીર ઇજા થઇ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, 30થી વધુ ઉગ્રવાદીઓએ આશરે બે કલાક સુધી ચોકી ઉપર હુમલો કર્યો હતો. પાકિસ્તાની તાલિબાન સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
તાલિબાનોએ આ હુમલામાં સેનાના શસ્ત્રો પણ મેળવ્યા હોવાનો દાવો કર્યો છે. જો કે, પાકિસ્તાનની સેના દ્વારા સત્તાવાર નિવેદન હજી સુધી અપાયું નથી.
Site Admin | ડિસેમ્બર 21, 2024 6:40 પી એમ(PM)
પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં સૈનિકોની ચોકી ઉપર ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં પાકિસ્તાનના 16 સૈનિકોના મોત નિપજ્યાં છે અને પાંચ જણાને ગંભીર ઇજા થઇ છે
