પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે શાંઘાઈ સહકાર સંગઠનની બેઠક યોજાશે. જે અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પંજાબ સરકારે રાવલપિંડીમાં 17 ઓક્ટોબર સુધી કલમ 144 લાગુ કરી છે.
આ બેઠકને ધ્યાનમાં રાખીને ઈસ્લામાબાદમાં સેના તૈનાત કરવામાં આવી છે. રાવલપિંડી અને ઈસ્લામાબાદમાં મેરેજ હોલ, રેસ્ટોરન્ટ અને કાફે પાંચ દિવસ માટે બંધ કરાયા છે. વિદેશમંત્રી એસ.જયશંકર પણ આ બેઠકમાં ભાગ લેવા માટે ઈસ્લામાબાદ જશે.