આજથી કૈલાશ માનસરોવર યાત્રાનો પ્રારંભ થશે. કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવેલી આ યાત્રા પાંચ વર્ષના અંતરાલ બાદ શરૂ થઈ રહી છે. આ વર્ષે, કૈલાશ માનસરોવર યાત્રા સિક્કિમના નાથુલા પાસ અને ઉત્તરાખંડના લિપુલેખથી શરૂ કરાશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ યાત્રા આગામી ઓગસ્ટ મહિના સુધી ચાલશે. સિક્કિમ સરકાર યાત્રાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા માળખાગત સુવિધાઓમાં વધારો કરી રહી છે. આ યાત્રા હિન્દુઓ, જૈનો અને બૌદ્ધો માટે ઊંડું આધ્યાત્મિક મહત્વ ધરાવે છે અને કૈલાશ પર્વતને ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે.
Site Admin | જૂન 30, 2025 7:50 એ એમ (AM)
પાંચ વર્ષ બાદ આજથી ફરી કૈલાશ માનસરોવર યાત્રાનો પ્રારંભ