ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 ક્રિકેટ શ્રેણીનો પહેલો મુકાબલો આજે કેનબેરાના મનુકા ઓવલ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે એક વાગ્યેને 45 મિનિટે શરૂ થશે.આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાનાર વર્લ્ડ કપની તૈયારી માટે આ શ્રેણી બંને દેશો માટે મહત્વપૂર્ણ રહેશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ શ્રેણીની શરૂઆત જીત માટે મેદાને ઉતરશે. ICC T20 રેન્કિંગમાં પ્રથમ અને બીજા ક્રમે રહેલી ટીમો એકબીજાનો સામનો કરશે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી T20 મેચ 2024 વર્લ્ડ કપના સુપર 8 માં હતી, જેમાં ભારતે જીત મેળવી હતી. ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહની વાપસીથી ખેલાડીઓમાં ઉત્સાહ ફેલાયો છે. બુમરાહને ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની ODI શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો હતો.
Site Admin | ઓક્ટોબર 29, 2025 9:18 એ એમ (AM)
પાંચ મેચની T20 ક્રિકેટની પહેલી મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો