પાંચ દિવસીય 73મી ઓલ ઈન્ડિયા પોલીસ એથ્લેટિક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25 આજે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે શરૂ થઈ. દિલ્હીના ઉપ રાજયપાલ વિનય કુમારસક્સેનાએ સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ચેમ્પિયનશિપનું આયોજન ઈન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને 25 રાજ્યો, ચાર કેન્દ્રશાસિત પ્રદેશો અને 10 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના લગભગ 1 હજાર 100 ખેલાડીઓ ભાલા ફેંક, ગોળફેક, રિલે દોડ અને સ્ટીપલ ચેઝ જેવી વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે.આ ચેમ્પિયનશિપનો હેતુ પોલીસ અધિકારીઓમાં શારીરિક તંદુરસ્તી અને એથ્લેટિક્સ શ્રેષ્ઠતાને પ્રોત્સાહિત કરવાનો છે. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે અને સાઈકલીંગ સ્પર્ધા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સેક્ટર-29, રોહિણી ખાતે યોજવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 10, 2024 7:17 પી એમ(PM)
પાંચ દિવસીય 73મી ઓલ ઈન્ડિયા પોલીસ એથ્લેટિક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25 આજે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે શરૂ થઈ.
