એપ્રિલ 18, 2025 9:40 એ એમ (AM)

printer

પાંચમી મે સુધી વક્ફ સંશોધન અધિનિયમ, 2025 હેઠળ વક્ફમાં નવી નિયુક્તિ નહીં કરવાની કેન્દ્રની સર્વોચ્ચ અદાલતમાં ખાત્રી

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની એ ખાતરીની નોંધ લીધી છે કે, આગામી સુનાવણી સુધી વક્ફ (સુધારા) અધિનિયમ, 2025 હેઠળ વક્ફ બોર્ડ અથવા સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં કોઈ નવી નિમણૂકો કરવામાં આવશે નહીં.મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ સંજય કુમાર અને કે. વી. વિશ્વનાથનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સોલિસિટર જનરલ તુષાર મહેતાની ખાતરીની પણ નોંધ લીધી હતી કે “વપરાશકર્તા દ્વારા વક્ફ” તરીકે વર્ગીકૃત કરાયેલી મિલકત સહિત હાલની વક્ફ મિલકતોની સ્થિતિ હાલ પૂરતી યથાવત રહેશે.અદાલતે કેન્દ્ર સરકારને વક્ફ અધિનિયમ, 1995માં તાજેતરમાં કરવામાં આવેલા સુધારાઓની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સાત દિવસની અંદર પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ કેસમાં વધુ સુનાવણી 5 મેના રોજ થશે.