પાંચમી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ આજથી રાજસ્થાનમાં શરૂ થઈ રહી છે. દેશભરની 230 યુનિવર્સિટીઓના લગભગ પાંચ હજાર વિદ્યાર્થી-એથ્લેટ્સ આ મેગા સ્પોર્ટિંગ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. ખો-ખોની ઉદઘાટન મેચ સાથે કુલ 23 રમતની સ્પર્ધાઓ યોજાશે.
આ ઇવેન્ટ્સ જયપુર, ઉદયપુર, જોધપુર, કોટા, અજમેર, ભરતપુર અને બિકાનેરમાં આયોજિત કરવામાં આવી રહી છે. ઉદ્ઘાટન સમારોહ આજે સાંજે 6 વાગ્યે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે યોજાશે.
મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને રાજસ્થાનના રમતગમત મંત્રી કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડ સમારોહમાં હાજરી આપશે.
આ વર્ષે, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં કેનોઇંગ, કાયાકિંગ, સાયકલિંગ અને બીચ વોલીબોલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Site Admin | નવેમ્બર 24, 2025 1:59 પી એમ(PM)
પાંચમી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનો આજથી રાજસ્થાનમાં આરંભ થશે