પાંચમો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી રમતોત્સવનો આજથી રાજસ્થાનમાં આરંભ થઈ રહ્યો છે. ઓલિમ્પિક તરવૈયા શ્રીહરિ નટરાજ અને તીરંદાજ ભજન કૌર સહિત લગભગ પંચ હજાર ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે.
જયપુર, ઉદયપુર, જોધપુર, કોટા, અજમેર, ભરતપુર અને બિકાનેરમાં યોજાનારી આ વાર્ષિક સ્પર્ધામાં 230 થી વધુ યુનિવર્સિટીઓના ખેલાડીઓ 24 રમતગમતમાં ભાગ લેશે. આ વર્ષે સ્પર્ધામાં કેનોઇંગ, કાયાકિંગ, સાયકલિંગ અને બીચ વોલીબોલ જેવી રમતોનો સમાવેશ થાય છે. શ્રીહરિ નટરાજ, ભજન કૌર, પ્રણીત કૌર અને અદિતિ ગોપીચંદ સ્વામી પોતપોતાની ઇવેન્ટમાં ચંદ્રકના મજબૂત દાવેદાર છે. શ્રીહરિ છ ઇવેન્ટમાં ભાગ લેશે.
Site Admin | નવેમ્બર 24, 2025 7:53 એ એમ (AM)
પાંચમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી રમતોત્સવનો આજથી રાજસ્થાનમાં આરંભ થશે