ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 29, 2025 9:23 એ એમ (AM)

printer

પહેલી ઓગસ્ટના રોજ બિહાર માટે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરવાથી ચૂંટણી પંચને રોકવાનો ઇનકાર કર્યો

સુપ્રીમ કોર્ટે ખાસ સઘન સુધારા માટે સૂચિત સમયપત્રક અનુસાર પહેલી ઓગસ્ટના રોજ બિહાર માટે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરવાથી ચૂંટણી પંચને રોકવાનો ઇનકાર કર્યો છે.ન્યાયાધીશ કાંતને મુખ્ય ન્યાયાધીશ સાથે વહીવટી બેઠકમાં હાજરી આપવાની હોવાથી ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચે વિગતવાર સુનાવણી કરી ન હતી. જોકે, તેમણે અરજદારોને ખાતરી આપી હતી કે આ મામલાની વહેલી તકે સુનાવણી કરવામાં આવશે અને વકીલોને આજ સુધીમાં દલીલો માટે જરૂરી અંદાજિત સમય સૂચવવા કહ્યું હતું.