જમ્મુ અને કાશ્મીરમાં, મંત્રીમંડળની વિનંતી પર ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આજે પહેલગામ આતંકવાદી હુમલાની ચર્ચા કરવા માટે વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું છે, હુમલામા 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક વ્યક્તિ માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. વિધાનસભા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપશે, ત્યારબાદ ઘટના અને સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થશે અને પછી આ ઘટનાની સખત નિંદા કરતો ઠરાવ પસાર કરવામાં આવશે.
Site Admin | એપ્રિલ 28, 2025 9:04 એ એમ (AM)
પહેલગામ આતંકવાદી હુમલા અંગે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર મળશે
