પહેલગામ આતંકવાદી હુમલાની ઘટનાને ધ્યાનમાં રાખીને સરકારે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બેઠક સંસદ ભવન સંકુલમાં સાંજે 6 વાગ્યે યોજાશે. આ બેઠકમાં આંતકવાદી હુમલા બાદ સરકાર દ્વારા લેવાઇ રહેલા પગલાંઓની તમામ પક્ષોને માહિતી આપવામાં આવશે અને વર્તમાન સ્થિતિની ચર્ચા કરવામાં આવશે.
Site Admin | એપ્રિલ 24, 2025 8:20 એ એમ (AM)
પહેલગામ આતંકવાદી હુમલા અંગે આજે સરકારે સર્વપક્ષિય બેઠક બોલાવી
