અમેરીકાના રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તુલસી ગબાર્ડે કહ્યું છે કે પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં અમેરિકા ભારતની સાથે છે. સોશિયલ મીડિયા સંદેશમાં, સુશ્રી ગબાર્ડે કહ્યું કે, પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલા પર અમેરિકાનો ટેકો ભારત સાથે છે. આ ઘટનામાં 26 લોકો માર્યા ગયા હતા. તેમણે પ્રધાનમંત્રી મોદીને અમેરિકાના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે.
Site Admin | એપ્રિલ 26, 2025 3:02 પી એમ(PM)
પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં અમેરિકા ભારતની સાથે છે : તુલસી ગબાર્ડે
