જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહ વિમાન માર્ગે રાજ્યમાં પરત લવાયા. ભાવનગરના બે મૃતકના મૃતદેહ અને તેમના ચાર સંબંધીઓને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી વાહન દ્વારા તેમને ભાવનગર પહોંચાડવામાં આવ્યા. આજે સવારે 7 વાગ્યે મૃતદેહોને અંતિમવિધિ માટે તેમના ઘરે લઈ આવવામાં આવ્યા. આઠ વાગે પિતા પુત્રની અંતિમયાત્રા તેમના નિવાસ્થાનેથી નીકળશે. અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સહિતના નેતાઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
જ્યારે સુરતના એક મૃતકના મૃતદેહ સાથે તેમના છ સંબંધીઓને શ્રીનગરથી દિલ્હી અને ત્યાંથી હવાઈ માર્ગ દ્વારા સુરત પહોંચાડવામાં આવ્યા. મૃતક યુવકની અંતિમ યાત્રા સવારે આઠ વાગ્યે નિકળશે. જેમાં કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
Site Admin | એપ્રિલ 24, 2025 8:34 એ એમ (AM) | PAHELGAMATTACT
પહેલગામમાં આતંકી હુમલામા ભોગ બનેલા ત્રણ ગુજરાતીઓના મૃતદેહ વતન પહોંચ્યા
