અમેરિકામાં પૂર્ણ થયેલા ક્વાડ સંમેલન બાદ સંયુક્ત નિવેદન પ્રસિધ્ધ કરાયું હતુ જેમાં પહલગામ આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરીને તેમા સામેલ ગુનેગારોને કડક સજા ફટકારવામાં તમામ દેશોના સહયોગની અપીલ કરવામાં આવી હતી.ઈન્ડો-પેસિફિક ક્ષેત્રનુ પ્રતિનિધિત્વ કરનારા ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, અમેરિકાના વિદેશમંત્રી ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ અને જાપાનના તાકેશી ઈવાયાએ આ નિવેદનને સમંતિ આપી હતી.
ક્વાડ સભ્યોએ પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો અને કાવતરાંખોરોને કોઈપણ વિલંબ વિના ન્યાયના કઠેડામાં લાવવા હાકલ કરી છે સાથોસાથ યુએન સભ્ય દેશોને તેના માટે સહયોગ આપવા વિનંતી કરી છે. વોશિંગ્ટન, ડીસીમાં યોજાયેલી ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકના સંયુક્ત નિવેદનમાં 22 એપ્રિલ, 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં ટીકા કરવામાં આવી હતી, જેમાં 25 ભારતીય નાગરિકો અને એક નેપાળી નાગરિકના જીવ ગયા હતા, જ્યારે ઘણા અન્ય ઘાયલ થયા હતા. સરહદપાર આતંકવાદ સહિત તેના તમામ સ્વરૂપો ની કડક શબ્દોમાં ટીકા કરી હતી. તેણે તમામ યુએન સભ્ય દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા અને સંબંધિત યુએન સુરક્ષા પરિષદના ઠરાવો હેઠળની તેમની જવાબદારીઓનું પાલન કરીને સક્રિયપણે સહયોગ કરવા પણ વિનંતી કરી હતી.
Site Admin | જુલાઇ 2, 2025 1:55 પી એમ(PM)
પહલગામ આતંકી હુમલાના ગુનેગારો અને કાવતરાંખોરોને કડક સજા ફટકારવામાં સહયોગ કરવા ક્વાડ સભ્ય દેશોએ અપીલ કરી