પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સવલતને રાખીને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ અને ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે. જે મુજબ, ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ, બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ, ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ જે અગાઉ 27 માર્ચ સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 26 જૂન, સુધી તેમજ બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ 27મી જૂન સુધી લંબાવાઇ છે. દરમિયાન, ભાવનગર ડીવીઝનના તમામ રેલવે લાઈનો પર 25 હજાર વોલ્ટના ઓવરહેડ વાયરો લગાવવામાં આવતા પ્રવાસીઓને રેલવે ટ્રેકની નજીક ન આવવા અને પશુઓને પણ દૂર રાખવા વિનંતી કરી છે.
Site Admin | માર્ચ 25, 2025 7:01 પી એમ(PM)
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સવલતને રાખીને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ અને ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે
