ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 3, 2024 9:10 એ એમ (AM)

printer

પશ્ચિમ રેલવે આજે સાબરમતી અને પટના વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે આજે સાબરમતી અને પટના વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે. પશ્ચિમ રેલ્વેએ છઠ પૂજા તહેવારને ધ્યાનમાં રાખીને, મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.
સાબરમતી-પટના સ્પેશિયલ સાબરમતીથી આજે સાંજે છ કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 10 વાગે પટના પહોંચશે. તેવી જ રીતે, પાંચમી નવેમ્બરે પટનાથી બપોરે એક વાગે ઉપડશે, ત્રીજા દિવસે સાજે સાડા પાંચ વાગે સાબરમતી પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, ગાંધીનગર-જયપુર, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, અયોધ્યા, અકબરપુર, જૌનપુર સિટી, વારાણસી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર, આરા અને દાનાપુર સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ હશે.