ઓગસ્ટ 3, 2025 3:25 પી એમ(PM)

printer

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ RPF એ જુલાઈમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને મુસાફરોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવામાં પ્રશંસનીય ભૂમિકા ભજવી છે

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ RPF એ જુલાઈમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને મુસાફરોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવામાં પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. આઇજી-કમ-પ્રિન્સિપલ ચીફ સિક્યોરિટી કમિશનર અજય સદાણીના નેતૃત્વમાં મુસાફરોનો કુલ એક લાખ 86 હજારની કિંમતનો સામાન, જેમાં 15થી વધુ મુસાફરોનો સામાન સામેલ હતો, સુરક્ષિત રીતે તેમને પરત કરવામાં આવ્યો.
આ ઉપરાંત 16 વર્ષના બાળકને તેના પરિવારજનોને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો. “ઓપરેશન સમય પાલન” હેઠળ, ચેઇન પુલિંગના 32 કેસોમાં 25 આરોપીઓને પકડવામાં આવ્યા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.