પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં બ્લોક લેવાના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
સાબરમતી, સાબરમતી (એફ કેબિન) અને ચાંદલોડિયા (એ) સ્ટેશનો પર ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ લગાવવા માટે બ્લોક લેવાનો હોવાથી કેટલીક ટ્રેનોને અસર થશે. જે મુજબ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ આજે અને આવતીકાલે રદ રહેશે.
તેવી જ રીતે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ આવતીકાલે અને બીજી ડિસેમ્બરે રદ રહેશે.
ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ-સુરેન્દ્રનગર વચ્ચે આવતીકાલે અને બીજી તારીખે આંશિક રીતે રદ રહેશે. તેવી જ રીતે વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગર-ગાંધીનગર કેપિટલ વચ્ચે આજે અને આવતીકાલે આંશિક રીતે રદ રહેશે.
આ સાથે આજે ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા ગાંધીનગર કેપિટલ-ચાંદલોડિયા-વિરમગામને બદલે ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગાંધીનગર કેપિટલ-મહેસાણા-વિરમગામ થઈને દોડશે.
Site Admin | નવેમ્બર 30, 2024 3:41 પી એમ(PM)
પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં બ્લોક લેવાના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
