પશ્ચિમ રેલવેના અમદાવાદ મથક પર ટ્રાફિક બ્લૉકના કારણે આવતીકાલે કેટલીક ટ્રૅન પ્રભાવિત અને રદ રહેશે. તે મુજબ, વલસાડ-વડનગર-વલસાડ ઇન્ટરસિટી સુપરફાસ્ટ ઍક્સપ્રેસ, મણિનગર-વડોદરા-વટવા ઇન્ટરસિટી ઍક્સપ્રેસ, વડોદરા-વટવા-વડોદરા મેમુ, વડોદરા-વટવા-આણંદ મેમુ, વડોદરા-વટવા-આણંદ મેમુ અને વડોદરા-વટવા-વડોદરા સંકલ્પ ફાસ્ટ પૅસેન્જર ટ્રેન સંપુર્ણ રદ રહેશે.
જ્યારે વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વિન ઍક્સપ્રેસ ટ્રેન વટવા મથક પર શૉર્ટ ટર્મિનેટ થશે તથા વટવા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જ્યારે મુંબઈ સૅન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ ઍક્સપ્રેસ વટવા મથક પર શૉર્ટ ટર્મિનેટ થશે. તો, વટવા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
Site Admin | જાન્યુઆરી 17, 2026 2:28 પી એમ(PM)
પશ્ચિમ રેલવેના અમદાવાદ મથક પર ટ્રાફિક બ્લૉકના કારણે આવતીકાલે કેટલીક ટ્રૅન પ્રભાવિત અને રદ રહેશે.