ડિસેમ્બર 2, 2025 7:11 પી એમ(PM)

printer

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળને નવેમ્બરમાં 800 કરોડ રૂપિયાથી વધુની વિક્રમજનક આવક.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે નવેમ્બરમાં વિક્રમજનક 800 કરોડ રૂપિયાથી વધુની આવક મેળવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આવકમાં 15.88 ટકાનો ઐતિહાસિક વધારો નોંધાયો છે. આ ઉપરાંત મંડળે 628 કરોડ 68 લાખની માલવહન આવક હાંસલ કરી છે.
આ નાણાકીય વર્ષના નવેમ્બર 2025 મહિનામાં અત્યાર સુધીનું સર્વોત્તમ પ્રદર્શન છે. ગત મહિનામાં મંડળમાંથી 34 લાખ 90 હજાર મુસાફરોએ મુસાફરી કરી, જેના પરિણામે 152 કરોડ રૂપિયાથી વધુની આવક પ્રાપ્ત થઈ.