પશ્ચિમ રેલવે દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન યાત્રિઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ, અસારવા, સાબરમતી અને ગાંધીધામ મથક પર વિશેષ વ્યવસ્થા રહેશે. આ મથકો પર 24 કલાક સાતેય દિવસ અધિકારીઓની દેખરેખ હેઠળ વ્યાપક દેખરેખ રહેશે.અમદાવાદ મથક પર મુસાફરોની સુવિધા માટે સરસપુર તરફ ત્રણ હજાર 230 ચોરસ ફૂટ અને પ્લૅટફૉર્મ નંબર એક તરફ 8 હજાર 72 ચોરસ ફૂટના વિસ્તારમાં પેસેન્જરના રોકાવવા માટેની જગ્યા બનાવવામાં આવી છે. તેમાં પૂરતી બેસવાની સુવિધા, શુદ્ધ પીવાનું પાણી, પ્રકાશ, પંખા, શૌચાલય તેમજ જાહેર જાહેરાત પ્રણાલિ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 18, 2025 9:53 એ એમ (AM)
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સલામતીની વિશેષ વ્યવસ્થા કરી
