જુલાઇ 16, 2025 10:58 એ એમ (AM)

printer

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ચલાવવામાં આવી રહેલા “માનવ તસ્કરીવિરોધી” અભિયાન હેઠળ મજૂરી માટે લાવવામાં આવેલા 11 સગીર બાળકો શંકાસ્પદ હાલતમાં મળી આવતા રેસ્ક્યૂ કરાયા

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ચલાવવામાં આવી રહેલા “માનવ તસ્કરીવિરોધી” અભિયાન હેઠળ,અમદાવાદ રેલ્વે સ્ટેશનપર એક  સંયુક્ત ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આરપીએફ અને બચપન બચાવો આંદોલન સંસ્થા દ્વારા સંયુક્ત રીતે આ અભિયાન હાથ ધરાયું હતું.આસનસોલ-અમદાવાદ એક્સપ્રેસના અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 07 પર આગમન દરમ્યાન જનરલ ક્લાસ કોચની તપાસ કરવામાં આવી. આ તપાસ દરમિયાન, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળથી મજૂરી માટે લાવવામાં આવેલા 10 છોકરાઓ અને 01 છોકરી સહિત કુલ 11 સગીર બાળકો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા, જેમને રેસ્ક્યૂ કરવામાં આવ્યા.આ કેસમાં કોઈ ધરપકડ કરવામાં આવી નથી. વધુ તપાસઅને કાનૂની કાર્યવાહી માટે તમામ બાળકોને GRP અમદાવાદને સોંપવામાં આવ્યા છે.