પશ્ચિમ બંગાળ સરકારે મતદાર યાદીમાં ગેરરીતિઓ મળી આવ્યા બાદ પાંચ અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરી છે. પશ્ચિમ બંગાળ જાહેર સેવાના બે અધિકારીઓ સહિત ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં એક કોન્ટ્રાક્ટ ડેટા એન્ટ્રી ઓપરેટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.ચૂંટણી પંચના આદેશ પર તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય સચિવ મનોજ પંથે તાજેતરમાં દિલ્હીમાં કમિશનની પૂર્ણ બેંચને મળી ગુરુવાર સુધીમાં આ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું.
Site Admin | ઓગસ્ટ 22, 2025 10:54 એ એમ (AM)
પશ્ચિમ બંગાળ સરકારે મતદાર યાદીમાં ગેરરીતિઓ મળી આવ્યા બાદ પાંચ અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરી
