ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 3, 2024 8:13 પી એમ(PM) | વિધાનસભા

printer

પશ્ચિમ બંગાળ વિધાનસભાએ આજે ધ્વનિ મતથી અપરાજિતા મહિલા અને બાળ સુરક્ષા બિલ, 2024 પસાર કર્યું

પશ્ચિમ બંગાળ વિધાનસભાએ આજે ધ્વનિ મતથી અપરાજિતા મહિલા અને બાળ સુરક્ષા બિલ, 2024 પસાર કર્યું હતું. આ ખરડો હવે રાજ્યના રાજ્યપાલ દ્વારા પસાર કરવો જરૂરી છે અને ત્યારબાદ તેને ભારતના રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. આ બિલ રાજ્ય સંચાલિત આરજી કર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના પગલે રજૂ કરવામાં આવ્યું હતું. ઓગસ્ટમાં આર જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યાના બનાવને કારણે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થયું હતું..
ગૃહમાં ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે બિલમાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે બળાત્કાર અને જાતીય સતામણીના ગુના માટે બિલમાં સખત સજાની જોગવાઈ કરવામાં આવી છે.