પશ્ચિમ બંગાળ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તબીબ પર દુષ્કર્મ અનેહત્યાના કેસમાં, જુનિયર ડૉક્ટર્સ ફ્રન્ટ-ડબ્લ્યુબીજેડીએફના સાત તબીબો દસ માંગણીઓને લઈને હજુ પણ ભૂખ હડતાળ પર છે. આ પૈકીના બે તબીબોની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પશ્ચિમ બંગાળ એકમે આજે પ્રતિકાત્મક ભૂખ હડતાળનું આયોજન કર્યું છે. પીડિતાના માતા-પિતા પણ ભૂખ હડતાળ પરછે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદારે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું રાજ્ય એકમ મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ જુનિયર ડોક્ટર્સ ફ્રન્ટના વિરોધ પ્રદર્શનને સંપૂર્ણ સમર્થન આપે છે.
Site Admin | ઓક્ટોબર 13, 2024 7:55 પી એમ(PM)
પશ્ચિમ બંગાળ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તબીબ પર દુષ્કર્મ અનેહત્યાના કેસમાં, જુનિયર ડૉક્ટર્સ ફ્રન્ટ-ડબ્લ્યુબીજેડીએફના સાત તબીબો દસ માંગણીઓને લઈને હજુ પણ ભૂખ હડતાળ પર છે
