પશ્ચિમ બંગાળમાં વિશેષ સઘન સુધારણા-SIR શરૂ થયા પછી હજારો ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ વિવિધ સરહદી ચેકપોસ્ટ દ્વારા ભારત છોડી રહ્યા છે. સરહદ સુરક્ષા દળ-BSF બાયોમેટ્રિક્સ લીધા પછી અને જરૂરી દસ્તાવેજીકરણ પૂર્ણ કર્યા પછી બાંગ્લાદેશી નાગરિકોને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ BGB ને સોંપી રહ્યું છે.
ઉત્તર 24 પરગણાના અમારા જિલ્લા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારા ઘણા બાંગ્લાદેશીઓ સ્વરૂપનગરના હકીમપુર ચેકપોસ્ટ દ્વારા તેમના દેશમાં પાછા ફરી રહ્યા છે.
હકીમપુર ચેકપોસ્ટ પર BSF એ માહિતી આપી છે કે પશ્ચિમ બંગાળમાં SIR શરૂ થયા પછી આશરે એક હજાર 600 બાંગ્લાદેશી નાગરિકો પાછા ફર્યા છે.
Site Admin | નવેમ્બર 21, 2025 1:54 પી એમ(PM)
પશ્ચિમ બંગાળમાં SIR શરૂ થયા બાદ હજારો બાંગ્લાદેશી નાગરિકોએ ભારત છોડ્યું