પશ્ચિમ બંગાળમાં ગઈકાલે વીજળી પડવાથી ૧૫ના મોત થયા છે. જેમાંથી મોટાભાગના લોકોના મોત ચાલુ વરસાદે ખેતરમાં ડાંગરના વાવેતર દરમિયાન થયા હતા. બાંકુરા જિલ્લામાં આઠ અને પૂર્વ બર્ધમાનમાં પાંચ લોકોના મોત થયા છે. પુરુલિયા અને પશ્ચિમ મેદિનીપુરમા એક વ્યક્તિ નું મોત થયું છે . બીજી તરફ પૂર્વ બર્ધમાન જિલ્લામાં વીજળી પડવાથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે.
Site Admin | જુલાઇ 25, 2025 9:12 એ એમ (AM)
પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી 15ના જ્યારે હિમાચલ પ્રદેશમાં રાજ્ય પરિવહનની બસ ખીણમાં ખાબકતા 8ના મોત
