જાન્યુઆરી 5, 2026 2:27 પી એમ(PM)

printer

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી નિરીક્ષક સી.મુરુગન પર કરાયેલા ટોળાંના હુમલા અંગેની પોલીસ કાર્યવાહીનો ચૂંટણી પંચે રિપોર્ટ માંગ્યો.

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં મતદાર યાદી નિરીક્ષક સી. મુરુગનની મુલાકાત દરમિયાન ટોળા દ્વારા કરાયેલા હુમલા સંબંધે ચૂંટણી પંચને ગંભીર સુરક્ષા ખામીઓ મળી છે.
ચૂંટણી પંચે પોલીસ મહાનિર્દેશક રાજીવ કુમાર પાસેથી આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં કેસની કાર્યવાહીનો અહેવાલ માંગ્યો છે. પંચે પોલીસ મહાનિર્દેશકને ભવિષ્યમાં સ્થળ નિરીક્ષણ દરમ્યાન મતદાર યાદી નિરીક્ષક સાથે એક વરિષ્ઠ પોલીસ અધિકારીને નિયુક્ત કરવા જણાવ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.