એપ્રિલ 13, 2025 3:03 પી એમ(PM)

printer

પશ્ચિમ બંગાળના હિંસાગ્રસ્ત મુર્શિદાબાદમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થા

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી હતી. પશ્ચિમ બંગાળના ડી. જી. પી. એ માહિતી આપી હતી કે પરિસ્થિતિ તણાવપૂર્ણ છે પરંતુ નિયંત્રણમાં છે અને તેની ઉપરબાજ નજર  રાખવામાં આવી રહી છે. ડી. જી. પી. એ કહ્યું કે, 150 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ સ્થાનિક રીતે તૈનાત બીએસએફની મદદ લઈ રહ્યા છે.શ્રી ગોવિંદ મોહને જણાવ્યું હતું કે, મુર્શિદાબાદમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ લગભગ 300 બીએસએફ જવાનો ઉપરાંત રાજ્ય સરકારની વિનંતી પર 5 વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. તેમણે રાજ્ય વહીવટીતંત્રને અન્ય સંવેદનશીલ જિલ્લાઓ પર ચાંપતી નજર રાખવા અને વહેલી તકે સામાન્ય સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે પૂરતા પગલાં લેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને જો જરૂરી હોય તો વધારાના માનવબળની તૈનાતી સહિત રાજ્યને તમામ શક્ય સહાયની ખાતરી આપી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.