એપ્રિલ 17, 2025 1:39 પી એમ(PM)

printer

પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ હિંસાની એનઆઇએ દ્વારા તપાસ કરવા ભાજપની માંગણી.

પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા ભાજપના સુવેન્દુ અધિકારીએ મુર્શિદાબાદ હિંસા કેસમાં એનઆઈએ તપાસની માંગ કરી છે. પક્ષે વક્ફ સુધારા કાયદાને લઈને થયેલી હિંસાથી પ્રભાવિત થયેલા લોકો માટે વળતરની પણ માંગ કરી હતી.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજૂમદારે કહ્યું, હિંસામાં જે મકાનો અને દુકાનોને નુકસાન થયું છે, તેનું રાજ્ય સરકાર દ્વારા સમારકામ કરાવવાની પણ માંગણી કરી છે.