પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી કમિશનર અને મુખ્ય ચૂંટણી અધિકારી CEO વિરુદ્ધ SIR પ્રક્રિયા અંગે બે પોલીસ ફરિયાદો દાખલ થયા બાદ ચૂંટણી પંચે એક નિવેદનમાં, આરોપોને પૂર્વયોજિત અને પાયાવિહોણા ગણાવ્યા.પંચે ખાસ મતદાર સુધારણા ઝુંબેશ માટે તેમની કાનૂની ફરજો બજાવતા અધિકારીઓને ડરાવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ ગણાવ્યો. ફરિયાદોમાં કરવામાં આવેલા તમામ આરોપો પંચે ફગાવ્યાં હતાં.પંચે ભારપૂર્વક જણાવ્યું કે આ ધાકધમકી આપવાની યુક્તિઓ દબાણ દ્વારા ચૂંટણી પ્રક્રિયાને પાટા પરથી ઉતારવા માટે રચાયેલી છે. ચૂંટણી સંસ્થાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા પ્રયાસો સફળ થશે નહીં. નિવેદનમાં વધુમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે આ સંગઠિત અને વ્યવસ્થિત ફરિયાદો પાછળના કાવતરાને ઉજાગર કરવા માટે તમામ પગલાં લેવાશે.
Site Admin | જાન્યુઆરી 1, 2026 8:36 એ એમ (AM)
પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી કમિશનર અને મુખ્ય ચૂંટણી અધિકારી વિરુદ્ધ SIR પ્રક્રિયા અંગેની થયેલી પોલીસ ફરિયાદોમાં કરાયેલા આરોપોને ફગાવ્યાં