ઓક્ટોબર 6, 2025 9:22 એ એમ (AM)

printer

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પહાડી વિસ્તારમાં ભૂસ્ખલનથી 23 લોકોનાં મોત

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પહાડી વિસ્તારમાં અવિરત ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની અનેક ઘટનાઓમાં ઓછામાં ઓછા 23 લોકોનાં મોત થયા છે. ઉત્તર બંગાળના 8 જિલ્લાઓના મેદાની વિસ્તારમાં અચાનક પૂર અને તિસ્તા અને તોર્ષા સહિતની ઘણી નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી હોવાના અહેવાલો છે