પશ્ચિમ કચ્છ પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ દ્વારા થયેલા ગેરકાયદે દબાણને દૂર કર્યાં છે. સત્તાવાર યાદી મુજબ, આ વ્યક્તિએ ભુજ તાલુકાના સરગુ ગામના બન્ની વિસ્તારના જંગલ વિભાગ હસ્તકની જમીનમાં ગેરકાયદે રીતે મકાન અને વાડો બનાવ્યો હતો. પોલીસે આ તમામ દબાણ હટાવી અંદાજે 10 લાખ રૂપિયાની કિંમતની જમીન ખાલી કરાવી છે. આ વ્યક્તિ સામે કચ્છ, બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લામાં પાંચથી વધુ છેતરપિંડીના ગુના દાખલ થયા છે.
Site Admin | એપ્રિલ 22, 2025 3:15 પી એમ(PM)
પશ્ચિમ કચ્છ પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ દ્વારા થયેલા ગેરકાયદે દબાણને દૂર કર્યાં
