ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 19, 2024 6:18 પી એમ(PM)

printer

પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર ભારતમાં ભીષણ ગરમીમાં રાહતની શક્યતા

પશ્ચિમી વિક્ષેપના આગમનથી ઉત્તર ભારતમાં આકરી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગનું અનુમાન છે કે ઉત્તર ભારતમાં તીવ્ર ગરમ
પવનો અને કાળઝાળ ગરમીની અસર આજથી ધીરે ધીરે ઓછી થશે. હવામાન વિભાગે આજે પેટા-હિમાલયના પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં  ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે

હવામાન વિભાગે પૂર્વ કામેંગ, પાપુમ પારે અને લોઅર દિબાંગ વેલી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેણે 9 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને બાકીના
માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે. NH-415 નો એક હિસ્સો કારસિંગા વિસ્તારમાં અચાનક પૂરથી ધોવાઈ ગયો છે.