કચ્છ જિલ્લાના ભુજમાં નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય માટે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં પશુપાલન વિભાગ અને કામધેનુ વિશ્વવિદ્યાલય વચ્ચે સમજૂતી કરાર-MoU કરાયા. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, આ MoU દ્વારા ભુજ ખાતે પશુપાલન ખાતા હસ્તકની 38 એકર અને 23 ગુંઠા જમીન તથા તેના પરની મિલકત કામધેનુ વિશ્વવિદ્યાલયના હસ્તક સોંપાઈ છે. આ જમીન અને મિલકતનો ઉપયોગ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના શૈક્ષણિક, સંશોધન તથા વિસ્તરણ કાર્યો માટે કરાશે. આ પહેલથી કચ્છ અને રાજ્યના અન્ય પશુપાલકોને આધુનિક પશુચિકિત્સા અને સંશોધનના લાભ મળશે.
આ મહાવિદ્યાલયને વહેલી તકે કાર્યરત કરવા આ વિશ્વવિદ્યાલય દ્વારા અંદાજે ૩૮ જેટલા સ્ટાફની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. ભુજ ખાતે આ નવીન મહાવિદ્યાલય કાર્યરત થતાં રાજ્યમાં કુલ છ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયો કાર્યરત થશે.
Site Admin | સપ્ટેમ્બર 3, 2025 4:53 પી એમ(PM)
પશુપાલન મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં પશુપાલન વિભાગ અને કામધેનુ વિશ્વવિદ્યાલય વચ્ચે સમજૂતી કરાર-MoU કરાયા