બનાસ ડેરીના પ્રયાસોથી ડીસા તાલુકાના દામા ગામે સ્થાપવામાં આવેલા એક આધુનિક સીમેન પ્રોડક્શન યુનિટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ હતું.
પશુપાલકો માટે ઉચ્ચ વંશાવળી ધરાવતા અને વધુ દૂધ આપતા પશુઓ પેદા કરવાના હેતુથી આ મેક ઇન ઇન્ડિયા સિમેન સેક્સ સોર્ટીંગ મશીનથી બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરોની સમસ્યાનું નિરાકરણ થશે અને વધુ દૂધ ઉત્પાદન કરતા પશુઓ મળશે.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સિમેન સેન્ટરના ઉદ્દઘાટન પ્રસંગે વર્ચ્યુઅલ સંબોધનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિકસિત ભારતના નિર્માણમાં અન્નદાતાનું યોગદાન સૌથી મહત્વનું છે.આ સંયંત્રના કારણે ખેડૂતોને માત્ર સો રૂપિયામાં સિમેન ડોઝ મળી રહેશે.
Site Admin | માર્ચ 7, 2025 10:05 એ એમ (AM)
પશુપાલકોને લાભ કરતાં બનાસ ડેરીના સિમેન સેન્ટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ.
