પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે આજે રાજ્યભરના શિવ મંદિરોમાં સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શીશ ઝૂકાવ્યું. તેમણે શ્રી સોમનાથ ટ્રસ્ટના દૈનિક લાડુ પ્રસાદ વિતરણનો આરંભ કરાવ્યો. ટ્રસ્ટ દ્વારા આગામી એક વર્ષમાં ગીરસોમનાથમાં સાત લાખ લાડુનું વિતરણ કરાશે. જ્યારે અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચથી લાડુ પ્રસાદ રૂપમાં 28 ટન પોષણયુક્ત આહાર બાળકોને વિતરણ કરાશે. દરેક લાડુંનું પેકિંગ પર્યાવરણને અનુરૂપ સામગ્રીથી કરાયું છે.
છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં અંદાજે 350થી વધુ શિવ મંદિરોમાં ભક્તો વિવિધ પ્રકારે ભોળાનાથને રિઝવવા શિવલિંગ પર અબીલ ગૂલાલ, દૂધ, પંચામૃત, બિલિપત્ર વગેરેનો અભિષેક કરી રહ્યાં છે. આજે ભગવાનને વિશેષ પ્રકારના વાઘાઓનો શણગાર પણ કરાયો છે. ઉપરાંત શહેરના અનેક મંદિરમાં આજે મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.
Site Admin | ઓગસ્ટ 18, 2025 3:01 પી એમ(PM)
પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે આજે રાજ્યભરના શિવ મંદિરોમાં સવારથી ભક્તોની ભીડ જોવા મળી