જુલાઇ 25, 2025 3:27 પી એમ(PM)

printer

પવિત્ર શ્રાવણ માસના આરંભ આજે વહેલી સવારથી જ શીવમંદિરોમાં ભીડ ઉમટી.

પવિત્ર શ્રાવણ માસના આરંભ આજે વહેલી સવારથી જ શીવમંદિરોમાં શીવલિંગ પર જળાભિષેક તેમજ વિશેષ પૂજા કરવા માટે મંદિરોમાં ભક્તજનોની લાંબી કતારો લાગી હતી.
મહેસાણા જિલ્લાથી અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે વડનગર ખાતે આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે કમળના ફૂલોથી શિવની પૂજા પણ કરવામાં આવી હતી..
ભાવનગર જિલ્લા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે જિલ્લા નાશિવાલયોમાં શ્રાવણ માસ દરમ્યાન શિવજીને દૂધ, શેરડીનો રસ અને બિલ્વ પત્રના અભિષેક, રુદ્રી, લઘુરુદ્ર, રાત્રી પૂજા અને મહાપ્રસાદના આયોજનોની સાથે શિવાલયોમાં શિવલિંગને દરરોજ આકર્ષક આંગી કરવામાં આવશે.
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલ 592 વર્ષ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિર પણ શિવ ભક્તોના ૐ નમઃ શિવાયના શિવ નાદથી ગુંજી ઉઠ્યું હતું.
દ્વારકાથી અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે આજે દ્વાદશ જ્યોર્તિલિંગ નાગેશ્વર મંદિરે સવારથી ભક્તોની ભીડ ઉમટી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.