ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા પવિત્ર બદ્રીનાથ મંદિરના કપાટ આજે બપોરે બંધ કરાશે. આ સાથે આ વર્ષની ચાર ધામ યાત્રાનું ઔપચારિક સમાપન થશે. બપોરે 2 વાગીને 56 મિનિટે મંદિરના કપાટ શિયાળાની ઋતુ દરમિયાન બંધ કરાશે. ઔપચારિક સમાપન જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો બદ્રીનાથ આવી રહ્યા છે.
અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આ પ્રસંગે, મંદિરને લગભગ 12 ટન ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની ચાર ધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થઈ હતી. કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના કપાટ અગાઉ જ બંધ કરાયા છે. આ વર્ષે 16 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બદ્રીનાથની મુલાકાત લીધી .
Site Admin | નવેમ્બર 25, 2025 2:10 પી એમ(PM)
પવિત્ર બદ્રીનાથ મંદિરના કપાટ આજે બપોરે બંધ થતાંની સાથે જ ચાર ધામ યાત્રાનું સમાપન થશે