પવિત્ર તીર્થસ્થળ કેદારનાથના કપાટ આજે સવારે 8:30 વાગ્યે શિયાળા ઋતુ માટે બંધ કરાશે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સમાપન સમારોહમાં હાજર રહેશે. ગઇકાલે કેદારનાથ ધામમાં સાંજની આરતી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. શ્રી પુષ્કર સિંહ ધામીએ શિયાળાની ઋતુ માટે શ્રી ગંગોત્રી ધામના દરવાજા બંધ કરવાની જાહેરાત કરી હતી. અગાઉ, ઉત્તરાખંડના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહે કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી અને વિશેષ રુદ્રાભિષેક કર્યો હતો. રાજ્યપાલે મંદિરના પુનર્નિર્માણ માટે તીર્થ પુરોહિત સમાજ, વહીવટી મંદિર સમિતિ, પોલીસ અધિકારીઓ, SDRF અને NDRF ની પ્રતિબદ્ધતા અને સમર્પણની પ્રશંસા કરી હતી.
રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રતીક જૈનના જણાવ્યા અનુસાર, આ વર્ષની કેદારનાથ યાત્રા ખૂબ જ સફળ રહી છે.
Site Admin | ઓક્ટોબર 23, 2025 7:19 એ એમ (AM)
પવિત્ર તીર્થસ્થળ કેદારનાથના કપાટ આજે સવારે શિયાળા ઋતુ માટે બંધ કરાશે
