ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પવન ઊર્જામાં ગુજરાત હવે સમગ્ર દેશમાં પહેલાં ક્રમાંકનું રાજ્ય બન્યું.

પવન ઊર્જામાં ગુજરાત હવે સમગ્ર દેશમાં પહેલાં ક્રમાંકનું રાજ્ય બન્યું છે. પવન ઊર્જા એટલે કે વિન્ડ એનર્જી દ્વારા વીજળી ઉત્પન્ન કરવાની ગુજરાતની ક્ષમતા હવે ૧૨ હજાર ૧૩૩ મેગાવોટ પર પહોંચી છે.વર્ષ ૨૦૩૦ સુધીમાં રાજ્ય સરકારે પરંપરાગત-પુન:પ્રાપ્ય ઊર્જામાં ૧૦૦ ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે.
રાજ્યના દરેક જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રમાં રૂફટોપ સોલારને અપનાવવા સોલાર વિલેજનું નિર્માણ કરાશે.આ સોલાર વિલેજના નેજા હેઠળ ઉપયોગ પછી બાકીની વીજળીનું વેચાણ કરી રૂફટોપ સોલાર ધરાવતા તમામ પરીવારો વધારાની આવક મેળવી શકશે. રહેણાંક વિસ્તારમાં આ યોજના થકી કુલ ૩ હજાર મેગાવોટ જેટલી સૌર ઊર્જા ક્ષમતામાં વધારો થશે.જેના પરિણામે રાજ્યના અંદાજિત ૧૭ હજારથી વધુ નાગરિકોને રોજગારી પણ મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.