પર્યુષણ મહાપર્વનું આજે સમાપન થઇ રહ્યું છે. વર્ષ દરમિયાન કોઈ પણની સાથે મન દુઃખ થયું હોય તો આ સમયે અંતઃકરણપૂર્વક ક્ષમા માંગવામાં આવે છે અને ક્ષમા આપવામાં પણ આવે છે જેને મિચ્છામી દુક્કડમ કહેવામાં આવે છે, આજે વહેલી સવારથી ઉપાશ્રયમાં ખૂબ જ ભીડ જોવા મળી રહી છે.
દરેક દેરાસરોમાં ભવ્ય આંગી કરવામાં આવી રહી છે આ આઠ દિવસ દરમિયાન જે કંઈ તપ કર્યું હોય તેમણે પાંચમ અને છઠના દિવસે પારણું કરતા હોય છે. આ દિવસે સવારે વ્યાખ્યાનમાં બારસા સૂત્ર પૂજ્ય ગુરુ ભગવંતો દ્વારા વાંચન કરવામાં આવે છે.
Site Admin | ઓગસ્ટ 27, 2025 3:00 પી એમ(PM)
પર્યુષણ મહાપર્વનું આજે સમાપન…