પર્યાવરણ સંરક્ષણ અને શહેરને પ્લાસ્ટિક-મુક્ત બનાવવાના હેતુથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વ્યાપક ચકાસણી હાથ ધરવામાં આવી. મહાનગરપાલિકાની ટીમોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા તેમજ ગંદકી ફેલાવતા દુકાનદારો અને વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી હતી. જે અન્વયે ગેબનશાહ પીર પાસે ગણેશ પ્લાસ્ટિકમાંથી અંદાજે 5 હજાર કિલોથી વધુ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો અંદાજે ૩ થી ૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
Site Admin | ડિસેમ્બર 12, 2025 3:48 પી એમ(PM)
પર્યાવરણ સંરક્ષણ અને શહેરને પ્લાસ્ટિક-મુક્ત બનાવવાના હેતુથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વ્યાપક ચકાસણી હાથ ધરવામાં આવી