પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે પરાળ બાળવા સામે દંડની રકમ બમણી કરી છે. સરકારે ગઈકાલે નેશનલ કેપિટલ રિજન અને સંલગ્ન વિસ્તારોમાં હવા ગુણવત્તા પ્રબંધન માટેના કમિશન સુધારા નિયમો, 2024 હેઠળ નવા નિયમો જાહેર કર્યા છે.
નવા નિયમો મુજબ બે એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોએ હવે પાંચ હજાર રૂપિયા ચૂકવવા પડશે જે પહેલા બે હજાર પાંચસો રૂપિયા હતા. બે થી પાંચ એકર જમીન ધરાવતા ખેડૂતોએ ઘટના દીઠ દસ હજાર રૂપિયા પર્યાવરણીય વળતર ચૂકવવું પડશે. પાંચ એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોએ ત્રીસ હજાર રૂપિયા પર્યાવરણીય વળતર ચૂકવવું પડશે. અગાઉ બેથી પાંચ એકર ધરાવનારને પાંચ
હજાર અને પાંચ એકરથી વધુ જમીન ધરાવનારને 15 હજારનું વળતર હતું.