પર્યાવરણ અને વન્યજીવન અંગેના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ‘વાતાવરણ’નું આજે નવી દિલ્હીનાં પર્યાવરણ ભવન ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસના આ ફિલ્મ મહોત્સવની થીમ છે ‘જીવન માટે જળપ્લાવિત વિસ્તાર’, જેમાં જળપ્લાવિત વિસ્તારનાં પર્યાવરણ અંગે જાગૃતિ અને જતન પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.આ અંગે પર્યાવરણ મંત્રાલયમાં વન્ય વિભાગના મહાનિદેશક જીતેન્દ્ર કુમારે જણાવ્યું કે, જળપ્લાવિત વિસ્તાર તેનાં પર્યાવરણીય અને આર્થિક લાભ માટે ખૂબ મહત્વનાં છે. તેમણે જણાવ્યું કે, આશરે છ ટકા ભારતીયો પોતાની આજિવીકા માટે જળપ્લાવિત વિસ્તાર પર આધાર રાખે છે.
Site Admin | ઓક્ટોબર 3, 2024 6:12 પી એમ(PM)
પર્યાવરણ અને વન્યજીવન અંગેના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ‘વાતાવરણ’નું આજે નવી દિલ્હીનાં પર્યાવરણ ભવન ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું
