પર્થ એરપોર્ટ નજીક જીવલેણ જંગલમાં આગ લાગતા ઓસ્ટ્રેલિયન અધિકારીઓએ કટોકટીની ચેતવણી જારી કરી છે. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ (DFES) વિભાગે જણાવ્યું છે કે ઉત્તર દિશા તરફ આગળ વધી રહેલી દવ જીવન અને ઘરો માટે ખતરો ઉભો કરે છે અને રહેવાસીઓએ બચવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
અધિકારીઓએ મધ્ય પર્થથી 15 કિલોમીટર પૂર્વમાં અને શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી 5 કિલોમીટર દૂર આવેલા કાલામુંડા પ્રદેશના રહેવાસીઓને તાત્કાલિક સ્થળાંતર કરવાની ચેતવણી આપી છે. DFES એ જણાવ્યું હતું કે જે લોકો આ વિસ્તાર છોડી શકતા નથી તેઓએ વહેતું પાણી અને બહાર નીકળવાનો રસ્તો ધરાવતા રૂમમાં પોતાના ઘરમાં આશ્રય લેવાની તૈયારી કરવી જોઈએ. કાલામુંડા અને પડોશી અસરગ્રસ્ત મેડા વેલે અને ફોરેસ્ટફિલ્ડ ઉપનગરોમાં સંયુક્ત રીતે લગભગ 25 હજાર લોકો રહે છે
Site Admin | જાન્યુઆરી 1, 2026 1:59 પી એમ(PM)
પર્થ એરપોર્ટ નજીક જીવલેણ જંગલમાં આગ લાગતા ઓસ્ટ્રેલિયન અધિકારીઓએ કટોકટીની ચેતવણી જારી કરી